Friday, March 13, 2026

12 બોટલ વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

12 બોટલ વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળી હોય કે વજેપરમાં રહેતો એક ઈસમ પોતાની ઘરની બહાર પડેલ કારમાં દારૂનો જથ્થો રાખી દારૂની હેરાફેરી કરતો હોય. ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઈડ કરતા બહાર પડેલ કારમાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા આ કામના આરોપી અરવિંદભાઈ દાદુભાઈ બાટી સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. વિદેશી દારૂની ૧૨ બોટલ કી.રૂ.૩૬૦૦/- તેમજ મારુતિ સુઝુકી ની કાર કી.રૂ.૨,૦૦,૦૦૦/- આમ કુલ કી.રૂ ૨.૦૩.૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે

Related Articles

Total Website visit

1,595,579

TRENDING NOW