Thursday, March 12, 2026

૬૫ મોરબી માળિયા વિધાનસભાના કોગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ જે.પટેલના ચૂંટણી પ્રચાર કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવાતા દલિત વાલ્મીકિ આગેવાન ધીરુભાઈ મકવાણા

Advertisement
Advertisement
Advertisement

૬૫ મોરબી માળિયા વિધાનસભાના કોગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ જે.પટેલના ચૂંટણી પ્રચાર કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવાતા દલિત વાલ્મીકિ આગેવાન ધીરુભાઈ મકવાણા

મોરબી: ૬૫ મોરબી માળિયા વિધાનસભાના કોગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિ ભાઈ જે પટેલના ચૂંટણી પ્રચાર કાર્યલયનુ ઉદ્ઘાટન મોરબી માળિયાના દલિત વાલ્મીકિ સમાજના આગેવાન ધીરુભાઈ મકવાણાના વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવેલ છે.

મોરબી શહેરની ઝૂલતા પૂલની ગોઝારી દૂરઘટના બનેલ તેમાં ઘણાં પરિવારો ભોગ બનેલ તેમાં અનેક પરિવારમાં માતા બહેનો નાના ભૂલકાંઓ વડીલોએ પોતાનુ જીવન ગુમાવેલ છે ત્યારે કોગ્રેસ પક્ષ તેમના પ્રત્યે સવેદના દર્શાવી ચૂંટણી પ્રચારમાં કોય ઢોલ નગારા ફટાકડા કે કોઈ મોટી સભા રેલીઓ કર્યા વગર સાદગી પૂર્વક ચૂંટણી પ્રચાર કાર્યાલય ખુલ્લુ મુકેલ છે.

ત્યારે વિધાનસભા વિસ્તારના આગેવાન કાર્યકરો સમાજના શ્રેષ્ઠિઓ હાજર રહેલે સર્વ લોકોએ આવનારા સમયમાં તમામ સમાજ એક થઈ કોંગ્રેસ પક્ષના સ્વસ્થ પ્રતિભા ધરાવતા પ્રજાના વિશ્વાસુ વ્યક્તિત્વ ધરાવતા જયંતીભાઈ જે પટેલને જંગી બહુમતીથી વિજય બનાવવાના સંકલ્પ સાથે કાર્યાલયને ખુલ્લુ મૂકવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,595,491

TRENDING NOW