Sunday, March 8, 2026

૫૧ હજારનું ટોકન આપી ત્રણ ટેન્કર ઠગી ગયા.

Advertisement
Advertisement
Advertisement

૫૧ હજારનું ટોકન આપી ત્રણ ટેન્કર ઠગી ગયા.

મોરબીમાં ઠગાઈ છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જામનગર અને પોરબંદરના બે ગઠિયા રૂપિયા 51 હજારનું ટોકન આપી ત્રણ ટેન્કર ખરીદ કરી જતા રહયા બાદ બાકીના રૂપિયા 36.99 લાખની માતબર રકમ ન ચૂકવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સૂર્યકીર્તિનગરમાં રહેતા અને ગાડી લેવેચનો ધંધો કરતા હસમુખભાઈ નાઝાભાઈ હૂંબલે જામનગરના દેવાભાઈ ઉર્ફે બાબુભાઇ સારીગભાઈ પંડક અને પોરબંદરના રાતડી ગામના ભૂરાભાઈ દાનાભાઇ મોરી વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતાને ટેન્કર વેચવાના હોય બન્ને આરોપીઓ સંપર્ક કરી ત્રણ ટેન્કરનો સોદો કર્યો હતો.

વધુમાં બન્ને ભેજાબાજ ગઠિયાઓ રૂપિયા 12.50 લાખનું એક ટેન્કર એવા ત્રણ ટેન્કર ખરીદવા માટે રૂપિયા 51 આપી ત્રણેય ટેન્કર લઈને જતા રહ્યા બાદ બાકી રહેતા રૂપિયા 36.99 લાખ નહિ ચૂકવતા આ મામલે બન્ને વિરુદ્ધ આઇપીસી કલમ 406, 420 અને 114 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW