Wednesday, March 11, 2026

૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ,ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી નરાધમે આચર્યું દુષ્કર્મ,ફરિયાદ નોંધાઇ.

મોરબીમાં નરાધમે ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી પીપળી ગામે લઇ જઈ સગીરા ઉપર બળજબરી પૂર્વક શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે બૌધ્ધનગરમા રહેતી સગીરાની માતાએ આરોપી દીનેસભાઈ ગણેશભાઈ વાઘેલા રહે. ઈન્દિરાનગર તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૪-૨૦૨૩ ના રોજ આરોપીએ ફરીયાદીની દીકરી ભોગબનનાર ૧૭ વર્ષ ૭ માસ(જન્મ તા-૦૪/૦૯/૨૦૦૫) વાળી જે સગીરવયની હોવાનુ જાણતો હોવા છતા મજુરીકામ બાબતનુ કામ હોવાનુ કહી ઘરની બહાર બોલાવી પોતાની રીક્ષામા બેસાડી લલચાવી ફોસલાવી ભોગબનનારને ફરીયાદિના કાયદેસરના વાલી પણામાથી અપહરણ કરી પીપળી ગામે લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપી ભોગબનનારે ના કહેવા છતા ત્રણેક વખત બળજબરી પુર્વક શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(જે)(એન) તથા પોક્સો એકટ કલમ- ૫(એલ), ૬, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,319

TRENDING NOW