મોરબી: તામિલનાડુના કુન્નુરમાં દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર ઘટનામાં દેશના પ્રથમ CDS બિપીનસિંહ રાવત તેમજ તેમના પત્ની સહિત 11 વિર જવાનોના આકસ્મિક નિધનના સમાચાર ખૂબ જ દુઃખદાયક છે. ABVP મોરબી પરિવાર શોકની લાગણી અનુભવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે સદગતના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમા એ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ નો કાર્યક્રમ કરવામા આવ્યો હતો.
