હવે મોરબીમાં હવે હેરોઈન ઝડપાયું,મોરબીના મળીયા ફાટક નજીકથી હેરોઈન ના જથ્થા સાથે બે ઝડપાયા.
મોરબીમાં થોડા સમય પહેલા જ બે વખત એમડી ડ્રગ્સ ઝડપાયા બાદ ગઈકાલે એસ.ઓ.જી. ની ટીમ એ માળિયા ફાટક નજીક પિકઅપ બસ સ્ટોપ પાસેથી બે આરોપીઓને હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરૂદ્ધ એનડીપીએસ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.ઉપરાંત હાલ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં તાજા ભૂતકાળમાં બે વખત એમડી ડ્રગ્સ પકડાયા બાદ ગઈકાલે મોરબી એસઓજી ટીમે માળીયા ફાટક નજીક આવેલા પિકઅપ બસ સ્ટોપ પાસેથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની આરોપી કૈલાશરામ ગોરખારામ નાઈ ઉ.23 અને રમેશકુમાર મોહનરામ સિયાગ ઉ.22 નામના શખ્સોને 149.6 ગ્રામ હેરોઇન ડ્રગ્સ કિંમત રૂપિયા 7,48,000, મોબાઇલ ફોન નંગ 3 કિમત રૂપિયા 10,500, રોકડા રૂપિયા 4600 મળી કુલ રૂપિયા 7,63,100 સાથે ઝડપી લીધા હતા.વધુમાં મોરબી એસઓજી પોલીસે હેરોઇન ડ્રગ્સ સાથે ઝડપી લીધેલા બન્ને શખ્સની પ્રાથમિક પૂછતાછમા આરોપીઓએ હેરોઇનનો આ જથ્થો સાંચોર રાજસ્થાનના દિનેશ બીશ્નોઈ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એસઓજી ટીમે ત્રણેય વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાર્યવાહી હાથ ધરી છે.