(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)
હળવદ-મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-4 ના બાળકોએ NMMS પરીક્ષામાં તાલુકામાં રેકોર્ડબ્રેક સફળતા મેળવી છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ધોરણ 8ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ગત તા.14/03/2021ના રોજ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનું પરિણામ તા. 13/05/2021ના બપોરે સાઇટ ઉપર મુકવામાં આવેલ છે. જે પરીક્ષા પાસ કરીને મેરિટમાં સમાવેશ પામતા બાળકોને રાજ્ય સરકાર તરફથી અડતાલીસ હજાર રૂપિયા સીધા બાળકના ખાતામાં જમા કરવામાં આવે છે.
આ પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં 83 બાળકો અને હળવદ તાલુકામાંથી 25 બાળકો મેરિટમાં સમાવેશ પામેલ છે. જેમાંથી સમગ્ર હળવદ તાલુકમાં સૌથી વધુ એક સાથે 6 બાળકો જેમાં કોરિંગા ધાર્મિક, રાઠોડ અદિતિ,કણઝરિયા પ્રિતી,ચાવડા મોનિકા,પરમાર બંસી,ગોદાવરિયા યોગી આટલા વિદ્યાર્થીઓ શાળા નંબર-4 ના સમાવેશ પામતા સમગ્ર શાળા પરિવાર ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. આ તકે શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયા બાળકોને માર્ગદર્શન અને મહેનત કરાવનાર સૌ શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કરે છે.