હળવદ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ જ્યેન્દ્રસિંહ પરમાર ગત તા.2 જુલાઈથી આજદિન સુધી પોતાની ફરજ ઉપર હાજર ન થતા પોલીસ મથકના વડા દ્વારા ત્રણ ત્રણ વખત નોટિસ આપવા છતાં ફરજ ઉપર હાજર ન થતા અંતે હળવદ પોલીસ મથકના પીઆઇ રાજેશભાઇ તુલજાશંકરભાઈ વ્યાસે આરોપી હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર વિરુદ્ધ ગુજરાત પોલીસ એકટની કલમ 145(2)(સી)મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે.