હળવદ માર્કેટ યાર્ડ પાસે જી.આઇ.ડી.સી. ના નાકાં નજીક સ્વીફ્ટ કારમાં હેરફેરી કરતા ઈંગ્લીશ દારૂની ૧૩૨ બોટલ હળવદ પોલીસે જપ્ત કરી છે.આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ માર્કેટ યાર્ડ પાસે જી.આઇ.ડી.સી. ના નાકાં નજીક સ્વીફ્ટ કાર રજી.નં- MH -25-R-0474 (કિં.રૂ. ૩,૦૦,૦૦૦) મા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૩૨ ( કિં.રૂ. ૩૯,૬૦૦) મળી કુલ મુદ્દામાલ રૂ. ૩,૩૯,૬૦૦ નો મુદ્દામાલ હળવદ પોલીસે જપ્ત કરેલ છે. આરોપી સ્વીફ્ટ ગાડીમાં ઈંગ્લીશ દારૂની વેચાણ કરવાના ઈરાદે હેરાફેરી કરનાર સ્વીફ્ટ કારનો ચાલક તથા અન્ય બે શખ્સો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.