હળવદ: ચરાડવા ગામથી ઈશ્વરનગર ગામ તરફ જવાના રસ્તે પાણીની કેનાલ નજીક સ્વીફ્ટ ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૫૫ બોટલ તેમજ ૨૪ નંગ બીયર ટીનનો જથ્થો પોલીસે જપ્ત કરી સ્વીફ્ટ કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ચરાડવા ગામથી ઈશ્વરનગર ગામ તરફ જવાના રસ્તે પાણીની કેનાલ નજીક સ્વીફ્ટ ગાડી નં- GJ-10-BG-1974 ( કિં.રૂ. ૨,૫૦,૦૦૦) વાળીમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૫૫ (કિં.રૂ. ૧૬,૫૦૦) તથા બીયર ટીન નંગ- ( કિં.રૂ. ૨૪૦૦) તેમજ નંગ-૧ વીવો કંપનીનો મોબાઇલ ( કિં.રૂ. ૫૦૦૦) મળી કુલ કિં.રૂ. ૨,૭૩,૯૦૦ નો મુદ્દામાલ હળવદ પોલીસે કબ્જે કરેલ છે સ્વીફ્ટ કારનો ચાલક સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.