Saturday, March 7, 2026

હળવદ: સ્ટોક એક્સચેન્જમા રોકાણના નામે લોભામણી લાલચ આપી ડોક્ટર સાથે 48.14 લાખની છેતરપિંડીની ફરિયાદ

Advertisement
Advertisement
Advertisement

હળવદ: સ્ટોક એક્સચેન્જમા રોકાણના નામે લોભામણી લાલચ આપી ડોક્ટર સાથે 48.14 લાખની છેતરપિંડીની ફરિયાદ

મળતી માહિતી મુજબ ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (ઉ.વ.૩૯) રહે હળવદ સરા રોડ ઉમીયા પાર્ક સોસાયટીમાંએ આરોપી દીપક મલ્હોત્રા, રોહીત સહિત ચાર શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ફરીયાદીને ફેસબુક મેસેન્જર Irina Fedorova આઈ.ડી પરથી સ્ટોક એકસચેન્જમા રોકાણ કરવા બાબતે જાણકારી આપી ફરીયાદીને રોકાણ કરવામા રસ જાગતા ફરીયાદીને વિશ્વાસમા લઈ આરોપીઓએ Y96 SIG Customer Service વ્હોટસએપ ગૃપ બનાવી તેમા એડ કરી આરોપીઓ પૈકી આરોપી દીપક મલ્હોત્રાએ જુદી જુદી લોભામણી લલચામણી સ્કીમો સમજાવી રોહીતસિંધ ગૃપ એડમીનને અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી તેમા રૂ.૪૩,૫૫,૦૦૦/- નુ રોકાણ કરાવી ફરીયાદી પોતાની રકમ વિથડ્રો કરવા જણાવતા સર્વિસ ટેક્ષના રૂ.૪,૫૯,૦૦૦/- અલગ એકાઉન્ટમા ઉપરોક્ત આરોપીઓએ ટ્રાન્જેકશન કરાવી કુલ રૂ.૪૮,૧૪,૦૦૦/- ની રકમની છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૧૯(૨), ૩(૫), ૬૧(૨) તથા આઇ.ટી એકટ કલમ ૬૬(સી) તથા ૬૬(ડી) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,070

TRENDING NOW