હળવદ સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટને રીફર કરવો પડે તેઓ કેસ સમયના અભાવના કારણે સમયસૂચકતા રાખી મિડવાઇઝ ઓફિસર ઉર્વેશ સુમરાએ સૂઝબૂઝ દ્વારા પ્રસૂતિ કરાવીને માતા તેમજ શીશુંને જીવનદાન આપી પોતાની ફરજ તો નિભાવવી જ સાથે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હળવદ તાલુકાના શિરોહી ગામની મહિલાને અચાનક જ પ્રસુતિની પીડા ઊપડી હતી જેથી તેમને હળવદ સબ-ડીસ્ટ્રીક હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં તેમની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, નવજાત શીશુ અંદરથી મોઢાના ભાગે આવતું હતું. આ સ્થિતિમાં નોર્મલ સામાન્ય પ્રસુતિ કરવી અશક્ય હતી જેથી તેમને ગાયનેકોલોજિસ્ટને રીફર કરવું પડે તેવી પરિસ્થિતી હતી. પરંતુ સમય નહોતો અને જો તેમને અન્ય જગ્યાએ મોકલવામાં આવે તો રસ્તામાં જ પ્રસુતિ થઈ જાય તો ખતરો પણ ઉભો થઈ શકે તેમ હતું. આવી સ્થિતિમાં સમયસૂચકતાને ધ્યાનમાં રાખી મિડવાઇઝ ઓફિસર ઉર્વેશ સુમરાએ આ કેસને હાથમાં લીધો અને સતત મોનિટરિંગ તેમજ સંભાળ થકી પ્રસૂતિ કરાવી. જે દરમિયાન બીજી મુશ્કેલી એ આવી કે, બાળકના ગળાના ભાગે નાળ વિંટળાયેલી હતી. આવી સ્થિતિમાં લાઈફ સેવિંગ પ્રોસિજર કરીને સામાન્ય પ્રસુતિ કરાવીને માતા અને બાળક એમ બન્નેનો જીવ બચાવ્યો હતો.





