Monday, May 5, 2025

હળવદ શહેર મધ્યે રામાનંદી સમાજ ભવનમાં વિનામૂલ્યે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ શહેર મધ્યે આવેલ રામાનંદી ખાતે સ્વ. જગજીવનદાસજી ગોપાલદાસજી નિમાવત ના સ્મરણાર્થે શ્રી રણછોડદાસજી બાપુ આંખ ની હોસ્પિટલ દ્વારા અને રામાનંદી સાધુ સમાજ અને ધર્મપ્રેમી સેવા મંડળ ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે શ્રી સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શુભ શરૂયાત દીપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવી હતી અને નકલંક ગુરુધામના મહંત દલસુખ મહારાજએ હાજરી આપી હતી આ કેમ્પમાં હળવદ તાલુકા અને આસપાસ ના 342 જરૂરિયાતમંદ દર્દીઓ એ આ કેમ્પ માં પોતાની આંખ ની તપાસ કરવામાં આવી હતી જેમાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલના નિષ્ણાંત આંખના સર્જન ડોકટર દ્વારા દર્દીઓ ના આંખની તપાસ કરવામાં આવી હતી.

જેમાં 111 દર્દીઓ ને આંખમાં મોતિયા ની તાપસ કરવામાં આવી હતી અને જેમાંથી 98 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા તમામ દર્દી નારાયણને આવવા જવાની સુવિધા તેમજ જરૂરી દવા-ટીપાં અને ચશ્માં સહિત રહેવા જમવાની સુવિધા આ કેમ્પમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવી છે ત્યારે રણછોડદાસજીનું સૂત્ર હતું કે “મુજે ભૂલ જાના પરંતુ નેત્રયજ્ઞ કેમ્પ કો મત ભૂલના ” ત્યારે તેના અનુયાયીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણ માં માનવસેવાના વિવિધ સેવાકાર્યો થઈ રહ્યા છે. અને દેશભરમાં વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ થઈ રહ્યા છે.

ત્યારે હળવદમાં દર મહિનાની 8 તારીખે વિનામૂલ્યે સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને રામાનંદી સાધુ સમાજ તથા ધર્મપ્રેમી સેવા મંડળ સહીતના સેવાભાવી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW