હળવદ શહેર મધ્યે થી પસાર થતા માળિયા સરખેજ હાઇવે પર આવેલ ચાર રસ્તા ( ચોકડી ) પર વર્ષો થી જે જગ્યા એ સ્પીડબ્રેકર હતા ત્યાં જ ફરીથી નિર્માણ કરવા લોકમાંગ
સ્પીડ બ્રેકર દૂર લઈ જવાતા છાસવારે અકસ્માતો થતા રહે છે
હળવદ એ અતિવિક્સિત શહેર બનતું જાય છે ત્યારે હળવદ શહેર ની વચ્ચે થી સરખેજ માળિયા હાઇવે (SH7) પસાર થાય છે અને આ હાઇવે પર સતત હેવી ટ્રાફિક ની અવર જવર રહે છે ત્યારે હળવદ શહેર માંથી પસાર થતા આ હાઇવે પરથી કુલ ત્રણ – ચાર રસ્તા (ચોકડી) આવે છે એક સરા ચોકડી બીજી હરિદર્શન હોટલ ચોકડી અને ત્રીજી મોરબી માળિયા ચોકડી એમ આ ત્રણ ચોકડી આવેલ છે ત્યારે શહેર ની એક તરફ થી શહેર ની બીજી તરફ જવા માટે રોજ ના હજારો રાહદારીઓ પસાર થતા હોઈ છે જેમાં ૨૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પણ આ ચોકડી થી પસાર થતા હોઈ છે ત્યારે આ હાઇવે એ ચાર માર્ગીય હાઇવે હોવાથી ખુબ જ સ્પીડ માં વાહનો પસાર થતાં હોઈ છે ત્યારે ભૂતકાળ માં આ ચોકડી પર અકસ્માત થવાથી ૫ થી વધુ લોકો એ પોતાની મહામૂલી જિંદગી ગુમાવી પડી હતી જેથી આજ થી આશરે ૧૦ વર્ષ પહેલાં આ ચોકડી પર સ્પીડ બ્રેકર નું નિર્માણ કરવામાં આવ્યું હતું જેથી ટ્રાફિક નું નિયંત્રણ થઈ શકે અને અકસ્માતો નું પ્રમાણ ઘટે ત્યારે છેલ્લા ૪ મહિના થી પણ વધુ સમય થી રોડ નું સમારકામ કર્યું તે સમયે સ્પીડ બ્રેકર ને મૂળભૂત જગ્યા ચોકડી થી નજીક હતા તેને ચોડકી થી દુર જગ્યા એ પ્રસ્થાપિત કર્યા છે જેના લીધે સ્પીડ બ્રેકર ક્રોસ કરી ફરી વાહનો ગતિ પકડી લે છે અને આ સ્પીડ બ્રેકર હોઈ કે ના હોય એનો કોઈ જ અર્થ રહેતો નથી અને છેલ્લા ૪ મહિના માં ૪૦ થી વધુ નાના મોટા અકસ્માતો આ ચોકડી પર થયા છે સદનસીબે કોઈ જાન હાની થયેલ નથી ત્યારે આ અંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ને આ અંગે હળવદ ના જાગૃત નાગરિકો એ અવાર નવાર રજુયાત કરેલ અને ધારાસભ્ય પ્રકાશભાઈ એ પણ મુખ્યમંત્રી કાર્યાલય માં અવાર નવાર લેખિત અને મૌખિક આ અંગે રજુયાતો કરેલ તેના ભાગ રૂપે ગત 29 તારીખે સરા ચોકડી ખાતે મૂળભૂત જગ્યા એ સ્પીડ બ્રેકર બનાવવા નું કાર્ય શરૂ કરેલ ત્યારે હળવદ ના સામાજિક કાર્યકર તપન દવે , રવિ પટેલ અને જે.પી ભાઈ સોમપુરા રૂબરૂ ત્યાં જતાં જાણવા મળ્યું આ કામ જે શરૂ કર્યું તેમાં કોઈ જ ગુણવતા સભર કામ ના થતું હોય અને આ સ્પીડ બ્રેકર બનાવ્યા ના થોડા જ સમય માં ખરાબ પણ થઈ ગયા ત્યારે લોક મુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે ટોલ ઉઘરાવવા માં માહિર આ કંપની લોકો ની જીંદગી બચાવવા માં માટે જરૂરી કામગીરી કરવામાં પણ ઠાગા ઠૈયા કરે છે ત્યારે આ અંગે હળવદ સામાજિક કાર્યકર તપન દવે એ આ સમગ્ર લોક સમસ્યા નું વેહેલી તકે નિરાકરણ આવે તે માટે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ને લેખિત રજુયાત કરી છે