Thursday, March 12, 2026

હળવદ શહેર ખાતે ૨૫૦ નંગ ગરમ સાલ અને ૧૫૦ નંગ સ્વેટર જેકેટ નું જરૂરિયાત મંદ લોકો ને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

હળવદ શહેર ખાતે ૨૫૦ નંગ ગરમ સાલ અને ૧૫૦ નંગ સ્વેટર જેકેટ નું જરૂરિયાત મંદ લોકો ને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

પાટિયા ગ્રુપ દ્વારા સ્વ.હસુમતીબેન મણીલાલ દવે ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે આયોજન કરાયું

શિયાળા ની સીઝન શરૂ થતા જ ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે હળવદ ખાતે પાટિયા ગ્રુપ દ્વારા સ્વ. હસુમતીબેન મણીલાલ દવે ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે તેમના પરિવારજનો ના સહયોગ થી ૨૫૦ નંગ સારી ગુણવતા વાળી કચ્છી ભરત ભરેલી સાલ અને ૧૫૦ નંગ ગરમ સ્વેટર અને જેકેટ નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હળવદ શહેર ના વિવિધ વિસ્તાર માં રહેતા સામાન્ય પરિવાર ના લોકો ને તેમના ઘર સુધી ગરમ કપડાં પહોંચાડવાની વ્યવસ્થા પાટિયા ગ્રુપ ના સેવાભાવી સભ્યો દ્વારા કરવામાં આવી હતી ત્યારે ઠંડી ની સીઝન શરૂ થતાં ઠંડી થી બચવા વિતરણ કરેલા ગરમ કપડાં જરૂરિયાતમંદ લોકો ને ઠંડી થી રક્ષણ મેળવવા મદદરૂપ થશે ત્યારે આ પ્રકારે અન્ય લોકો એ પ્રેરણા લઈને ગરમ કપડાં નું વિતરણ કરવું જોઈએ જેથી કોઈ આ કડકડતી ઠંડી માં હેરાન પરેશાન ન થાય આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી

Related Articles

Total Website visit

1,595,561

TRENDING NOW