(અહેવાલ: ભવિષ જોષી – હળવદ)
રોટરી ક્લબ હળવદ દ્વારા અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે અને દિવસે ને દિવસે રોટરી ક્લબ હળવદ આ બધા પ્રોજેક્ટો ને સફળ બનાવવા ખુબ જ કાર્યરત રહી સફળતા ના શિખરો સર કરે છે. આ સંસ્થા દ્વારા અનેક પ્રજા લક્ષી પ્રોજેક્ટો કરવામાં આવે છે જે. પ્રજા માટે હિતકારી હોય રોટરી હળવદ દ્વારા અન્નપૂર્ણા રથ કે જેમાં ગરીબો ને ભોજન આપવામાં આવે છે તેમજ અનેક જગ્યાએ પાણીના પરબની સેવા તેમજ હળવદની તેમજ હળવદના ગામડાઓની પ્રજા માટે રોટરી ક્લિનિક, રોટરી મેડિકલ, દ્વારા દર્દીઓ માટે નજીવી ટોકન ફી રૂપે દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

ત્યારે આજ રોજ હળવદ રોટરી ક્લબ ને દાતા શ્રી મતિ દક્ષાબેન (દ્રવીણાબેન)મધુસુદન મહેતા હળવદ (હાલ – અમદાવાદ)દ્વારા સંપુર્ણ સુવિધા થી સજ્જ ઓક્સિજન ની સુવિધા સાથે ની એમ્બ્યુલન્સ રોટરી ક્લબ ને દાનમાં આપવામાં આવી છે. જે થી હળવદ રોટરી ક્લબ દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોરબી જીલ્લા અધિક્ષક ( SP )સુબોધ ઓડેદરા, Dysp રાધિકા ભારાઈ, રોટરી પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામભાઈ અઘારા, વિજયભાઈ જાની, સની ત્રિવેદી, કલ્પેશ દવે, અજ્જુભાઈ, યશ રાણા, નરેશભાઈ રાવલ શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી મંડળ, દાતા મધુસૂદન નાનાલાલ મહેતા રોટરી ક્લબ ના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

