(અહેવાલ : ભવિષ જોષી – હળવદ)
હળવદ: રોટરી ક્લબ અને આર સી સી (RCC)ક્લબ ઓફ ટીકર દ્વારા મીઠું પકવતા અગરિયઓ ના બાળકો ને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલ જ્યારે ગરમીના તાપથી લોકો પરેશાન છે. અને તેમાં પણ રણકાંઠા વિસ્તારમાં અસહ્ય ગરમી હોય છે. અને મીઠું પકવતા લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે નાના છોકરાઓથી સહન કરવી ખૂબ અઘરી હોય છે. ત્યારે આવા છોકરાઓની ચિંતા કરી રોટરી અને આર.સી.સી ક્લબ દ્વારા અગરિયાના 350 થી વધુ બાળકોને ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા હતા.
