હળવદ રેલ્વે સ્ટેશન રોડ નજીક બેંક ઓફ બરોડાની બાજુમાંથી કોઈ અજાણ્યો શખ્સ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ પરેશભાઈ નારણભાઈ ગડારા (ઉ.વ.૩૨. રહે. સરારોડ નંદન બંગ્લોઝ. હળવદ) નું ગત તા.૧૩/૧૦/૨૧ ના રોજ કોઇપણ સમયે હિરો હોન્ડા પેશન પ્રો મોટરસાયકલ રજી નં-GJ-10-BC-2535 (કિં.રૂ. ૨૦,૦૦૦) વાળું મોટરસાયકલ હળવદ રેલ્વે સ્ટેશન રોડ નજીક બેંક ઓફ બરોડાની બાજુમાંથી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.