
(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
મોરબી જિલ્લાના હળવદ ખાતે ભાજપના પીઢ અને પાયાના કાર્યકર બિપીનભાઈ દવેના નિવાસ્થાને ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્યનું બિપીનભાઈ દવેના પરિવાર દ્વારા વિવેકાનંદની મૂર્તિ આપી હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાનું ગૌ માતાની પ્રતિમા આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને સાંસદ વિનોદભાઈ ચાવડાના સ્વાગત માટે હળવદ સોનીવાડ ખાતે બિપીનભાઈના નિવાસ્થાને ભાજપના કાર્યકર રણછોડભાઈ દલવાડી, તપનભાઈ દવે, રમેશભાઇ પટેલ, કેતનભાઈ દવે, ધર્મેશભાઈ જોષી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ધિરુભા ઝાલા, વાસુદેવભાઇ સીનોજીયા, રમેશભાઇ ભગત, જતીનભાઈ રાવલ, અજયભાઈ સહિત હળવદ ભાજપના કાર્યકર્તાઓ બિપીનભાઈના નિવાસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
