(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ શહેર અમદાવાદ અને કચ્છ વચ્ચેનું મુખ્ય સેન્ટર છે છતા બસ સ્ટેશનમાં કચ્છ, રાજકોટ, અમદાવાદની બસના પ્રવેશતી હોવાથી મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી રાજ્ય સરકારને પણ આવક થતી નથી આથી જનતાને બસની સુવિધાઓનો લાભ આપવા અને ડેપો આધુનિક બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
હળવદમાં અપડાઉન કરતા પાસ ધરાવતા નાગરિકોને પરત ફરવાનું હોય ત્યારે બસને ઉભી રાખે તો બસમાં જગ્યા નથી એમ કહી દેવામાં આવે છે મુસાફરોને કચ્છ સુધી જવાનું હોય તો સવારથી બપોર સુધી વેઇટ કરવો પડ્યો હોય અને નિરાશ થઈને ધરે પાછા ફરવું પડતુ હોય છે આથી બસ સ્ટેન્ડ જૂનું થઈ ગયું છે જેથી આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી જનતાની માંગણી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસો હળવદ બસ સ્ટેન્ડમાં સ્ટોપ ન થતી હોય અને કંડકટરના ટિકિટ મસીનમાં પણ હળવદ શહેરનું નામ નથી જેથી તાત્કાલિક ધોરણે સુવિધાઓનો લાભ આપવામાં આવે તેમ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.