Saturday, March 7, 2026

હળવદ પોલીસ સ્ટેશન માં સોના કરતા કોપર મોંઘુ,ચોરીનો મુદામાલ ૨,૯૯,૦૦૦ અને તોડ ૭ લાખનો !

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ સ્ટેશન માં સોના કરતા કોપર મોંઘુ,ચોરીનો મુદામાલ ૨,૯૯,૦૦૦ અને તોડ ૭ લાખનો !

(લંકેશ)
હળવદના કવાડિયા ગામની સીમ મા આવેલા સોલર પ્લાન્ટમાંથી કેબલ વાયર ની ચોરી નો કહેવાતો ભેદ ઉકેલી બે ઇસમો ને પકડી પાડ્યા હતા તેમજ રૂ ૨,૯૯,૦૦૦ નો મુદામાલ જપ્તે કર્યો હતો આ કામગીરી હળવદની ડી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

પકડાયેલ આરોપીમાં દેવપર ગામના કાનો ધીરુભાઈ પ્રભુભાઈ દેકાવડીયા અને રવિ ઘનશ્યામ પ્રભુભાઈ દેકાવડીયા ને પકડી સોલર પ્લાન્ટ માંથી ચોરી કરાયેલ કોપર કેબલ વાયર ૪૬૦ કિલો જેની કિંમત રૂ ૨,૯૯,૦૦૦ હતી અને આરોપીઓ ધરપકડ કરી હતી

પરંતુ જયારે પણ ચોરી થાય ત્યારે ચોરી કોને કરી ત્યારબાદ ચોરીનો માલ કીયા દલાલ દ્વારા ખરીદ્યો અને આ માલ કોને વહેંચ્યો જેવી કટિબદ્ધ તપાસ થાય છે પરંતુ બેસ્ટ પોલીસ સ્ટેશન ના બેસ્ટ ડી સ્ટાફ નો તોડ કાંડ કંઈક અલગ જ રીતિ રિવાજ જેવો છે

આ ચોરી કેસ મા બે આરોપી ને પકડાયા પણ બે દલાલ વેપારી પ્રથમ પોલીસ સ્ટેશનમાં બોલાવી દમ માર્યો કે તમારા પણ નામ ખુલે એમ છે માટે એક વ્યક્તિ દીઠ ૧,૧૦,૦૦૦ આપો તમારા નામ નહીં આવે અને આ રકમ ભાવેશ(ટકા) ને આપવાની છે અને ગભરાઈ ગયેલા બંને જણાએ ભાવેશ( ટકા) ને ૨ લાખ આપી પણ દીધા

ભાવેશ(ટકો) કોઈ પોલીસ વાળો નથી પણ હળવદ નો નામચીન બુટલેગર છે જેના હળવદ શહેર માં દેશી દારૂના સ્ટેન્ડ છે અને પોલીસ નો બાતમીદાર અને ઉઘરાણા વાળો છે અને હળવદ ની ૬૦% થી વધુ ફરિયાદ માં પંચ તરીકે આ ટકો જ હોય છે

રૂપિયા આપી દીધા પસી પણ પોલીસ બેવફાઈ કરી અને બંને ને ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા , આ દરમ્યાન સુરેન્દ્રનગર ના એક વેપારી જે ચોરી નો માલ ખરીદી છે તેની પાસે થી પણ ૨ લાખ નો તોડ થયા ની જાણકારી સુત્રો પાસે થી મળી રહી છે

જયારે વેપારી ના વકીલે પોલીસ સ્ટેશન જઈ ધમકી વળી દલીલ કરી કે પૈસા લીધા છે તો પણ કેમ આરોપી તરીકે લીધા ત્યારે ભાવેશ( ટકો) એ ફક્ત ૫૦ હજાર પાછા આપ્યા, આ કેસમાં અંદાજે 8 થી વધુ આરોપીઓ છે પણ ૭ લાખ જેવો તોડ થઈ જતા ભીનું સંકેલી લેવાઈ રહ્યું છે

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુનેગાર સાથે સાઠગાંઠ રાખનાર લીંબડી પોલીસ મથક ના ૫ પોલીસ કર્મચારી ને સસ્પેન્ડ નહીં પણ નોકરી માંથી કાયમ માટે ડિસમિસ કરી પાણીચું પકડવી દીધું જો આ કાંડ ની પણ પારદર્શક તપાસ થાય અને ભાવેશ (ટકો) ની કોલ ડીટેલ અને આરોપીના ઉલટ તપાસ થાય તો હળવદ નું અડધું પોલીસ સ્ટેશન ડિસમિસ થાય એમ છે

હવે જોવાનું એ રહ્યું કે પોલીસ બેડા માં ચર્ચા માં આવેલ આ કાંડ મા ફક્ત પોલીસ સ્ટેશનના નીચેના જ કર્મી છે કે પસી સૌનો સાથ સૌ નો વિકાસ , મોરબી એસપી આ કાંડ ની તપાસ કરાવ સે કે પછે બધું રાબેતા મુજબ થઈ જશે, જો આ કાંડ ના ઓડિયો કે વિડિઓ વાયરલ થશે તો પોલીસ ની આબરૂ ઢાંકવા કલાવતી પેપર મિલના પણ ટાકા ટૂંકા પડશે

Related Articles

Total Website visit

1,595,066

TRENDING NOW