હળવદ નજીક યુવકને ઉઘરાણી કરવા આવેલ ઇસમે લોખંડના પાઇપ વડે માર માર્યો
હળવદમાં સિતારામ મઢુલી પાસે હળવદ સ્મશાન નજીક પૈસાની ઉઘરાણી કરવા આવેલ શખ્સે યુવકને ગાળો આપી લોખંડના પાઇપ વડે મારમાર્યો હોવાની ભોગ બનનાર યુવાને આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદના વાણીયાવાડમા રહેતા ચિંતનભાઈ જીતેન્દ્રકુમાર રાવલ (ઉ.વ.૨૫) એ આરોપી પીયુસભાઈ ચીમનભાઈ સચાણીયા રહે. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૦૨-૨૦૨૩ ના રોજ આરોપીએ તેના નાતીલાભાઇ ચેતનભાઇ ગોહીલના દસ હજાર રૂપીયા ઉછીના લીધેલ હોય જે પૈસાની ઉઘરાણી કરવા આવી જેમ ફાવે તેમ ગાળો આપતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશકેરાઇ જઇ હોન્ડામાથી લોખંડનો પાઇપ કાઢી એક ઘા ડાબા હાથમા મારી ફેકચર જેવી ગંભીર ઇજા કરી તેમજ બીજો ઘા વાસાના ભાગે મારી મુઢ ઇજા તેમજ ત્રીજો ઘા ડાબા હાથમા માર્યો હોવાની ભોગ બનનાર ચિંતનભાઈએ આરોપી પીયુસભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.