Saturday, May 3, 2025

હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગાર રમતા દશ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગાર રમતા દશ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

હળવદ: હળવદ તાલુકાના રણમલપુર ગામની મઢડી વાળી સીમમાં આવેલ આરોપી ભાવેશભાઇ ચંદુભાઈ વરમોરાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં તીનપત્તીનો જુગાર રમતા દશ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ શખ્સો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામની મઢડી વાળી સીમમાં આવેલ આરોપી ભાવેશભાઇ ચંદુભાઈ વરમોરાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં તીનપત્તીનો જુગાર રમતા દશ ઇસમો ભાવેશભાઇ ચંદુભાઇ વરમોરા ઉ.વ. ૩૩ રહે. રણમલપુર તા.હળવદ જી.મોરબી, ત્રિશાલભાઇ જગદીશભાઇ પારજીયા ઉ.વ. ૩૧ રહે. રણમલપુર તા. હળવદ જી.મોરબી, લખમણભાઇ ધનાભાઇ ખીટ ભરવાડ ઉ.વ. ૩૨ રહે. કંકાવટી ગામ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, ચંદુલાલ સવજીભાઇ પનારા ઉ.વ. ૩૮ રહે. હળવદ વૃંદાવનપાર્ક સોસાયટી શેરી નં-૦૧ તા.હળવદ જી.મોરબી, મહેશભાઇ હરીભાઇ ડાંગર ઉ.વ. ૩૪ રહે. હળવદ રૂદ્ર સોસાયટી શેરી નં-૦૨ તા.હળવદ જી.મોરબી, મહેશગીરી વિજેન્દ્રગીરી ગોસાઇ ઉ.વ. ૪૩ રહે. હળવદ રૂદ્ર સોસાયટી શેરી નં-૦૬ તા.હળવદ જી.મોરબી, હીરેનભાઇ જગદીશભાઇ દવે બ્રાહ્મણ ઉ.વ. ૪૦ રહે. હળવદ મહર્ષી ટાઉનશીપ રાણેકપર રોડ, તા.હળવદ જી.મોરબી, ભરતભાઇ મયાભાઇ ઠુંગા ભરવાડ ઉ.વ. ૨૬ રહે. કંકાવટી ગામ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, મોન્ટુભાઇ ઘનશ્યામભાઇ કૈલા ઉ.વ. ૩૧ રહે. વાઘગઢ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, અશોકભાઇ પ્રભુભાઇ ડાંગર ઉ.વ. ૩૪ રહે. હળવદ રૂદ્ર સોસાયટી શેરી નં-૦૬ તા.હળવદ જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪,૬૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ત્રણ ઈસમો યોગેશભાઇ ઉર્ફે કનો વિનોદભાઇ વામજા રહે. રણમલપુર તા.હળવદ, શીવાભાઇ ઉર્ફે કાળુ કરશનભાઇ વામજા રહે. રણમલપુર તા.હળવદ, પ્રકાશભાઇ જગદીશભાઇ દવે રહે. હળવદ મહર્ષી ટાઉનશીપ રાણેકપર રોડ, તા.હળવદવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW