હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં જુગાર રમતા ૭ ઝડપાયા,૫.૨૦ લાખની રોકડ કબજે.
હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા ૭ પત્તા પ્રેમીઓ ને એલસીબી એ પકડી પાડયા હતા. ત્યારે તેમના વિરૂદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી, તા. હળવદ પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના રણછોડગઢ ગામની કટોબંધ તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જેના આધારે રેડ કરતા આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી, કેતન રતિલાભાઇ પટેલ રહે. ધુંટુ, હરીનગર સોસાયટી, અશોકભાઇ નરભેરામભાઇ પટેલ રહે. ધુંટુ, હરીનગર સોસાયટી, કિશોરભાઇ રામજીભાઇ પટેલ રહે. મહેન્દ્રગર, પટેલનગર સોસાયટી, જયદિપભાઇ મનજીભાઇ પટેલ રહે. મહેન્દ્રનગર,ધર્મમંગલ સોસાયટી, જયતિભાઇ હરદાસભાઇ પટેલ રહે. ઘંટુ, હરીનગર સોસાયટી અને હરેશભાઇ દામજીભાલ પટેલ રહે. ઘંટુ, હરીનગર સોસાયટીવાળાને પકડી પાડેલ છે.ત્યારે એલસીબી ટીમે આ સાતેય શખ્સોની ધરપકડ કરી રોકડ રૂ.૫,૨૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવેલ છે.





