હળવદ તાલુકાના મિયાણી ગામના બે પ્રેમી પંખીડાએ નર્મદા કેનાલ માં ઝંપલાવી જીવન ટુંકાવ્યું.
હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા પ્રેમી પંખીડા એ અગમ્ય કારણોસર હળવદના મિયાણી ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા ઉ.વ.૧૮ રહે. ગામ મીયાણી તા.હળવદ તથા અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ. ૨૨ રહે. ગામ મીયાણી વાળાઓને બન્ને વચ્ચે પ્રેમ સબંધ હોવાના કારણે કોઇ અગમ્ય કારણોસર બન્ને એક સાથે નર્મદા કેનાલના વહેતા પાણીમાં કુદી આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.