Monday, March 16, 2026

હળવદ તાલુકાના દિઘડીયા ગામના પાદરમાં જુગાર રમતા ૭ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના દિઘડીયા ગામના પાદરમાં જુગાર રમતા ૭ ઝડપાયા.

હળવદ તાલુકાના દીઘડીયા ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમાતો હોઈ ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરવામાં આવી છે. ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીલાભાઈ ગેલાભાઈ મોલાડીયા, ભીમાભાઈ બાબુભાઈ કાંજીયા, દિનેશભાઈ બાદરભાઇ મોલાડીયા, અરવિંદભાઈ નાગરભાઈ નંદેસરીયા, સુરેશભાઇ વેરશીભાઈ નંદેસરીયા, વિનાભાઈ સજાભાઈ કાંજીયા અને અનીલભાઈ વરસીંગભાઈ દલસાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,597,716

TRENDING NOW