હળવદ તાલુકાના કોયબા ગામે ઝેરી દવા વાળું પાણી પી જતા 14 વર્ષીય સગીરાનું મોત નીપજ્યું હતું ત્યારે આ મામલે અકસ્માતે મૃત્યુનોંધ કરી હળવદ તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
આ અંગે મળતી માહિતી હળવદ તાલુકાના કોયબા ગામે ઝેરી દવા વાળું પાણી પી જતા સારવાર દરમિયાન હેતલબેન અશોકભાઇ તડવી ઉ.વ-૧૪ રહે હાલ- કોયબા સીમ જયસુખભાઇ પટેલની વાડીએ તા-હળવદ જી-મોરબી મુળ રહે- જવેરપુરા તા-બોડેલી જી-છોટાઉદેપુર વાળી ભુલથી ઝેરી દવાવાળુ પાણી પી લેતા સારવાર દરમ્યાન હેતલબેન નામની સગીરાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.