હળવદ તાલુકાના અજીતગઢ ગામે ઝેરી દવા પી જતા યુવતીનું સારવાર દરમિયાન મોત.
હળવદ તાલુકાના અજીતગઢ ગામે યુવતીનુ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ત્યારે મળતી માહિતી મુજબ મનિષાબેન ચીમાભાઇ આદીવાસી ઉ.વ-૨૦ રહે. અજીતગઢ મીલનકુમાર ચતુરભાઇની વાડીએ તા.હળવદ જી.મોરબી વાળીએ તા. ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લાવેલ હતા જે ચાલુ સારવાર દરમ્યાન તા. ૨૨/૦૨/૨૦૨૩ ના રોજ મોત નિપજ્યું હતું આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.