હળવદ તાલુકાના અજીતગઢ ગામે આહિર દંપતી ના સ્મરણાર્થે આયોજિત રક્તદાન કેમ્પ માં ૧૦૦ બ્લડ ની બોટલ એકત્ર થઈ

અજિતગઢ ગામના ઇતિહાસ માં સર્વ પ્રથમ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન
હળવદ તાલુકાના ના અજીતગઢ ગામે આહિર દંપતી સ્વ.રાહુલભાઇ પ્રવીણભાઈ રાઠોડ અને સ્વ. મિતલબેન રાહુલભાઇ રાઠોડ ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે શ્રી અજીતેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં સદગત ના મિત્ર વર્તુળ અને સ્નેહીજનો સર્વે એ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી અને ૧૦૦ બ્લડ ની બોટલ સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેંક ને અર્પણ કરી હતી જે બ્લડ થેલેસિમિયા ના બાળકો અને લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગ માં લેવામાં આવશે આ પ્રકાર ના સેવાકાર્ય થકી સદગત ના આત્માને ખરા અર્થ માં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે ત્યારે અજીતગઢ ગામ ના ઈતિહાસ માં સર્વ પ્રથમ વખત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન થયું હોય અને એ ખૂબ જ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો
આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ ને સફળ બનાવવા સેવાભાવી યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી