Sunday, March 15, 2026

હળવદ : ટીકર ગામે બેટરીના અંજવાળે જુગાર રમતા ૭ પકડાયા

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ દ્વારા હળવદના ટીકર ગામે રણની કાઠીના રોડ પર કેનાલ પાસે બેટરીના અંજવાળે જુગાર રમતા ૭ ઇસમો પકડાયા છે. ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ રાત્રિ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ખાનગી રાહે હકીકત મળી હતી કે ટીકર ગામ પાસે રણની કાઠી પાસે કેનાલ પાસે બેટરીના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરતા ૭ ઇસમો પત્તા રમતા મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરતાં તેઓ

કમલેશ ભાઈ એરવાડિયા ( રહે, ટીકર), હકેશભાઈ માંકડ ( રહે, માનગઢ), કિરણકુમાર કણસાગરા ( રહે, રૂદ્રપાર્ક, હળવદ), સંતોશભાઈ સીણોજિયા (રહે, માનગઢ), અરવિંદભાઈ કોઠી (રહે , ટીકર), અજયભાઈ એરવાડીયા (રહે, ટીકર ), વિનોદભાઈ સિતાપરા (રહે , ટીકર) વાળા હોય , ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી , ઉપરાંત રોકડ રકમ રૂ. ૪૩,૭૦૦/- તેમજ ત્રણ નંગ મોબાઈલ સહિત કિંમત રૂપિયા ૫૮,૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે

Related Articles

Total Website visit

1,597,323

TRENDING NOW