Friday, March 13, 2026

હળવદ ટાઉન વિસ્તારમાં મોટર સાયકલની ચોરી કરનાર શખ્સ મોટર સાયકલ તથા રીક્ષા સાથે ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ ટાઉન વિસ્તારમાં મોટર સાયકલની ચોરી કરનાર શખ્સ મોટર સાયકલ તથા રીક્ષા સાથે ઝડપાયો.

હળવદ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે કોઈ એક ઈસમ ચોરી કરેલ રીક્ષા લઈ નીકળ્યો હોઈ નીચી માંડલ થી રાતાભેર તરફ જઈ રહ્યો હોઈ ત્યારે પોલીસે બાતમીના આધારે રાતાભેર ગામે વોચ ગોઠવી હોઈ ત્યારે સંકસ્પદ રીક્ષા ચાલક ત્યાંથી નીકળતા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેની પાસે થી રિક્ષાની આરસી બુક તથા ડ્રાઈવિંગ લાઈસન્સ માગતા તેની પાસે ન હોવા જાણવા મળ્યું હતું અને સંકસ્પદ વર્તણૂક કરવા લાગ્યો હતો અને બાદ રીક્ષા ચોરી ની હોઈ હોવાનું જાણવા મળતાં તેની અટકાયત કરવામાં આવી હતી બાદ વધુ પૂછ પરછ કરતા હળવદ ટાઉનમાં દેના બેંક પાસેથી સિલ્વર કલરનું બાઈક ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી ત્યારે પોલીસે તેમની અટકાયત કરવામાં આવી હતી.

ત્યારે આ અંગે વધુ મળતી માહિતી મુજબ રીક્ષા અને મોટર સાયકલ ની ચોરી ના ગુન્હાનો આરોપી જીતુભાઇ ગોવિંદભાઈ પરમાર ઉ.વ.૨૩ વાળાને પકડી પાડવામાં આવ્યો હતો. ઉપરાંત તેની પાસેથી બજાજ કંપનીની ઓટો રીક્ષા રજી.નં. GJ-03-BU-9191 કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ઉપરાંત સિલ્વર કલરનું હીરો હોન્ડા કંપની નું મોટર સાયકલ રજી.નં. GJ-13-AA-0966 કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- કબ્જે કરવામાં આવ્યું હતું.તદુપરાંત આરોપી અન્ય પાંચ ગુન્હામાં પણ સંડોવાયેલ હોવાનું ખુલતા વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,579

TRENDING NOW