Thursday, June 25, 2026

હળવદ ટાઉનમાં તળાવનીપાળ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા: ત્રણની શોધખોળ

Advertisement
Advertisement
Advertisement

હળવદ ટાઉનમાં તળાવનીપાળ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા: ત્રણની શોધખોળ

હળવદ: હળવદ ટાઉનમાં તળાવનીપાળ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. જયારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા, નાઓએ પ્રોહી. જુગારની બદીને અટકાવવા સૂચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારની બદી સદંતર નેસ્તનાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને પોલીસને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર તથા સાથેના સ્ટાફને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ ટાઉનમાં વોરા સોસાયટીની પાછળ તળાવની પાળ ઉપર જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા ચાર ઇસમો
મોસીનભાઈ હબીબભાઈ ચૌહાણ રહે.જગરીવાસ હળવદ તા.હળવદ, તોફીકભાઈ ગુલામહુસેનભાઈ રહે.જંગરીવાસ તા.હળવદ, આરીફભાઈ મુસ્તુફાભાઈ રાઠોડ રહે. ગીતામીલ પંચાસર રોડ મોરબી તા.મોરબી, યુનુસભાઈ બચુભાઈ રહે. મોટું ફળીયુ જંગરીવાસ પાસે હળવદ
તા.હળવદ વાળા પાસેથી રોકડ રૂ.૧૧,૦૫૦ મોબાઈલ નંગ-૦૩ કિ.રૂ.૩૦૦૦/ મળી કુલ કિં રૂ. ૧૪,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. જયારે અન્ય ત્રણ ઈસમો હસમુખભાઈ પ્રભુભાઈ ઠાકોર જાતે કોળી રહે. કારાંચી કોલોની સામે તા.હળવદ, ઈલીયાસભાઈ આમદભાઈ સોઢા, રહે.રામપર નસીપર તા.મોરબી, રવિભાઈ દિલીપભાઈ જોષી રહે. હળવદ વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ
જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,609,269

TRENDING NOW