Tuesday, May 13, 2025

હળવદ ખાતે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળોનું આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

હળવદ ખાતે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળોનું આયોજન કરાયું

૪ હજારથી વધુ લાભાર્થીઓએ આયુર્વેદની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો

મોરબી: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના સહયોગ તથા જિલ્લા વિકાસ અધિકારી -મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત – આયુર્વેદ શાખા, મોરબી દ્વારા ગત ૧૩ જાન્યુઆરી, શુક્રવારે શિશુ મંદિર કેમ્પસ – હળવદ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પીટલ – મોરબીના સહયોગથી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આયુષ મેળા પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરાએ પ્રાચિન તથા હાલના સમયમાં આયુષ પધ્ધતિની મહત્વતા વિશે લોકોને માહિતી આપી હતી. ઉપરાંત વધુને વધુ લોકોને આયુષ ચિકિત્સાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

આયુષ મેળા દરમિયાન ૪૩૦ લાભાર્થીઓએ આયુર્વેદ નિદાન-સારવાર સેવા, ૧૯૦ લાભાર્થીઓએ હોમીયોપેથી નિદાન-સારવાર સેવા, ૭૦ લાભાર્થીઓએ જરા ચિકિત્સા સેવા, ૧૮૦ લાભાર્થીઓએ પ્રકૃતિ પરીક્ષણ સેવા, ૪૫ લાભાર્થીઓએ પંચકર્મ ચિકિત્સા સેવા, ૪૮ લાભાર્થીઓએ અગ્નિકર્મ ચિકિત્સા સેવા, ૮૫૦ લાભાર્થીઓએ અમૃતપેય-ઉકાળા-સંશમની વિતરણ સેવા, ૩૪૦ લાભાર્થીઓએ આર્સેનિક -આલ્બમ ૩૦ વિતરણ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત ૧૪૦ લાભાર્થીઓએ પ્રત્યક્ષ યોગ નિદર્શન તથા ૧૮૦૦ લાભાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું. આમ કુલ ૪૦૭૮ જેટલા લાભાર્થીઓએ આયુર્વેદની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

આ તકે, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.પ્રવિણ વડાવિયા દ્વારા ઉપસ્થિત મહેમાનોની સાથે રહી વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, લાઇવ યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, લાઇવ વનસ્પતિ પ્રદર્શન, હોમીયોપેથી પ્રદર્શન, ઉકાળા- આર્સએનિક વિતરણ, હર્બલ ટી, વિવિધ તૃણ ધાન્યોમાંથી બનેલી વાનગીઓ વગેરે સ્ટોલની મુલાકાત કરી હતી.

આ આયુષ મેળાને સફળ બનાવવા માટે મોરબી જિલ્લાના આયુર્વેદ તથા હોમીયોપેથી મે.ઓ.ડો. અરૂણાબેન નિમાવત ડોદિલીપ વિઠ્ઠલાપરા, ડો. જીગ્નેશ બોરાસાણીયા. ડો. ખ્યાતી ઠકરાર, ડો. શ્રીબા જાડેજા, ડો. અલ્તાફ શેરશિયા, ડો. જયેશ ગરધરિયા, ડો. વીરેન ઢેઢી, ડો. મન્સુર પીલુડીયા, ડો. મિલન સોલંકી, ડો. એન.સી. સોલંકી, ડો. ઠાકર, ડો. વિજય નાંદરિયા, ડો. હેતલ હળપતિ, નીલમબેન સહિત તમામ સ્ટાફ તથા AHWC ના યોગ ઈન્સ્ટ્રકટર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ આયુષ મેળામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજિયા સહિત પદાધિકારી/અધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,503,265

TRENDING NOW