(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ: કોરોના મહામારી દૂર થાય તે માટે અને કોરોનામાં મૃત્યુ પામેલ સદગતની શાંતિ માટે હળવદ બ્રહ્મ સમાજના બહેનો દ્વારા ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે બીજી લહેર પણ એટલી જ ઘાતક નીવડી હતી. જેના કારણે અનેક પરિવારના સભ્યોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. અને એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યો પણ કોરોનાનો ભોગ બનતા પરિવારોનો માળો વિંખાઇ ગયો હતો. સાથે ઘણા બાળકો પણ માતા-પિતા ગુમાવતા નોંધારા બન્યા છે. ત્યારે આ મહામારીમાં દૂર થાય તે માટે તથા કોરોનામાં મૃત્યું પામેલ દિવંગતોની આત્માની શાંતિ માટે હળવદ બ્રહ્મ સમાજની બહેનો દ્વારા ગાયત્રી યજ્ઞનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.