Tuesday, May 6, 2025

હળવદમાં હિટરના પ્લંબીગ બીલ બાબતે આધેડને માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં હિટરના પ્લંબીગ બીલ બાબતે આધેડને માર માર્યો

હળવદ: હળવદના રેલ્વે સ્ટેશન રોડ પર પટેલ વાયર એજન્સીમાં હિટરના પ્લંબીગ બીલ બાબતે બોલાચાલી કરી આધેડને એક શખ્સે લોખંડની વસ્તુ વડે ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનારે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદમાં સરા રોડ પર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ લક્ષ્મણભાઈ દલસાણીયા (ઉ.વ.૪૭) એ આરોપી મેહુલસિંહ ઝાલા રહે. હળવદ રાણેકપર રોડ રામવીલા બંગ્લોઝ તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે આરોપીએ ફરીયાદીની દુકાને જઇ ફરીયાદી સાથે સોલાર વોટર હીટરના પ્લમ્બીંગ બીલ બાબતે બોલાચાલી કરી ગાળો આપી ટેબલ પર પડેલ લોખંડની વસ્તુનો ઘા કરી ફરીયાદીને જમણા હાથે તથા જમણા પગે સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર વિનોદભાઈએ આરોપી મેહુલસિંહ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૩૭,૫૦૪,૫૦૬ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW