હળવદ ટાઉન મોચી બજારમાં વર્લી ફીચરનો જુગાર રમતાં બે ઇસમને હળવદ પોલીસે પકડી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ વી.ટી.શિહોરા સહિત ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન હળવદના ટાઉન મોચી બજાર વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા ઇમ્તિયાઝ યુનીસભાઈ રાઠોડ (રહે.મોરબી દરવાજા જંગરીવાસ હળવદ), ફયાઝભાઈ યાકુબભાઈ ભટ્ટને રોકડ રૂ.૩૨૦૪ના મુદ્દામાલ સાથે બન્ને ઇસમને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.