હળવદ: રક્ષાબંધન પર્વ એટલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું પર્વ રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસે બહેન ભાઈની રક્ષા માટે તેના હાથમાં રક્ષા કવચ (રક્ષાસુત્ર) બાંધે છે. અને ભાઈની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે ભાઈ પણ બહેનને વચન આપે છે કે, જીવનમાં ક્યારેય પણ મારી મદદની જરૂર પડે તો હો રાત દિવસ જોયા વગર તારી વહારે આવીશ આવા વચનોથી ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર આજે પણ ભાઈ બહેનની રક્ષા કરે છે. અને બહેન પોતાના વીર ને રાખડી બાંધવા જો વિદેશમાં હોય તો પણ આ દિવસે તો જરૂર ભાઈ પાસે આવે છે.
રક્ષાબંધનનો તહેવાર દરેક ભાઈ બહેન ના ઉમંગ નો તહેવાર માનવામાં આવે છે. અને આ દિવસે ભાઈ બહેનને રક્ષા કવચ બાંધ્યા પછી તેની મન પસંદ વસ્તુ ભેટ સ્વરૂપે બહેનને અર્પણ કરે છે અને બહેન ના સુખ દુઃખમાં સાથ આપવાનું ભાઈ વચન આપે છે.રક્ષાબંધન ના દિવસે દરેક બહેન પોતાના ભાઈની કીર્તિ થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આ રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના સંબંધ ને મજબુત બનાવે છે. ત્યારે હળવદમાં પણ ઉમંગ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.