હળવદમાં પેટ્રોલપંપ ઉપર થયેલ લુંટ/ધાડના ગુન્હામાં છેલ્લા ૨૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી પાડ્યો છે.
મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય જે પૈકી પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ બાતભી આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લુંટ/ધાડના ગુન્હાનો ૨૨ વર્ષથી નાસતો ફરતો આરોપી કરમા ઉર્ફે કસમા ટીતીયા ઉર્ફે ટીડીયાભાઇ ભુરીયા આદીવાશી (રહે.નેગડીયા તલય ફળીયુ પોસ્ટે. કલ્યાણપુર તાજી.જાબુંઆ) વાળાને રાજકોટ કાલાવાડ રોડ આત્મીય સ્કુલ પાસેથી નવા બનતા ઓવરબ્રિજ ખાતેથી ઝડપી લઈને હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.





