Wednesday, June 24, 2026

હળવદમાં જ્ઞાતિના ટ્રસ્ટના ટ્રસ્ટીના ફેરફાર અંગેની પોસ્ટ ફેસબુકમાં કરતા માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં જ્ઞાતિના ટ્રસ્ટના ટ્રસ્ટીના ફેરફાર અંગેની પોસ્ટ ફેસબુકમાં કરતા માર માર્યો.

હળવદમાં આધેડે તેના મિત્રના કહેવાથી તેઓના જ્ઞાતિના ટ્રસ્ટમાં ટ્રસ્ટી ફેરફાર બાબતની પોસ્ટ ફેસબુકમાં મુકતાં તે આરોપીને સારુ ન લાગતા આરોપીએ આધેડને તથા તેના મિત્રને ફોન પર જેમફાવે તેમ વાત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર આધેડે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના આનંદ પાર્ક સોસાયટી ફ્લેટ નં-૩૧ માં રહેતા હિંમતભાઈ મગનભાઇ ચાવડા (ઉ.વ.૫૯)એ આરોપી યશ ધર્મેન્દ્રભાઈ રાઠોડ રહે – રૈયા રોડ, ફ્લેટ નં -૩૫૫ રામાપીર ચોકડી, રીંગ રોડ, રાજકોટ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૧૦-૨૦૨૨ ના બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે ફરીયાદીએ તેના મિત્રના કહેવાથી તેઓના જ્ઞાતીના ટ્રસ્ટમાં ટ્રસ્ટી ફેરફાર બાબતની પોસ્ટ ફેસબુકમાં મુકતા આરોપીએ ફેસબુક પોસ્ટ બાબતે ફરીયાદીને તથા મિત્રને ફોન કરી જેમ ફાવે તેમ વાત કરી રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હિંમતભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આઇપીસી કલમ -૫૦૬(૨), ૫૦૭, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,197

TRENDING NOW