
(અહેવાલ: ભવિષ જોષી – હળવદ)
હળવદમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વ ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન મહાવીર સ્વામીની આરાધના જૈનો દ્વારા કરવામાં આવી હતી. આઠ દિવસ દરમિયાન સેવાપૂજા વ્યાખ્યાન, પ્રતિક્રમણ તપસ્યા જૈન સમાજ ભક્તિમય બન્યો હતો. ખુબજ નાની ઉંમરે અઠ્ઠાઈ તપની આરાધના શાહ, આગમ હિતેશભાઈ શાહ, હિર કલ્પેશભાઈએ કરેલ હતી. આ પર્વને સફળ બનાવવા મહેતા નિલયભાઈ અને સંઘના દરેક લોકોનો સહકાર રહ્યો હતો. તેમજ પર્યુષણ મહાપર્વ ની આરાધના કરવામાં શેઠ દીપકભાઈ પ્રેમજીભાઈ જેઓ દ્વારા ખુબજ સુંદર અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

