હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં અગાઉના ઝઘડાનું વેર વાળવા દેવર્ષિ નામના શખ્શે યુવાનને ફડાકા ઝીંકી છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં આવેલ પાણીની પરબ પાસે દેવર્ષિ હિતેશભાઇ રાવલ (રહે. દરબાર નાકે, હળવદ) નામના શખ્શએ જૂના-ઝઘડાનો ખાર રાખી હળવદના કણબીપરા મોરબી દરવાજા બહાર રહેતા યશ ઉર્ફે ગૌતમભાઇ જયંતીભાઇ ગોઠી (ઉ.વ.૧૮)ને બે ત્રણ લાફા ઝીંકી ઝઘડો કર્યો હતો. આ ઉપરાંત બેફામ વાણી વિલાસ કરતા ફરિયાદીએ ના પડતા આરોપીએ પિત્તો ગુમાવ્યો હતો અને નેફામાંથી છરી કાઢી યશને ગળાના નિચેના ભાગે ઘા માર્યો હતો. આ બનાવને પગલે યશે હળવદ પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડવા સહિતની કર્યાવહી હાથ ધરી છે.