Sunday, May 4, 2025

હળવદમાં ‘અગલે બરસ તુ જલદી આ’ ના ગગનભેદી નારા સાથે ગણપતિ વિસર્જન

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ : ભવિષ જોષી – હળવદ)

હળવદ: ગુજરાતના ગામડે-ગામડે ગણપતિ બાપા મોરિયા સાથે ગણેશ ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે હળવદમાં અગલે બરસ તુ જલદી આના ગગનભેદી નારા સાથે ગણપતિ બાપાને ભાવ ભેર વિદાય આપી વિસર્જન કરાયું હતું.

હળવદ ખાતે અનંત ચૌદસના દિવસે સર્જનહારનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં સામંત સરોવર કાઠે જાનીફળી કા રાજા ગણનાયકનું વિસર્જન કરવાં આવ્યું, પાર્વતી પુત્ર ગૌરીનંદ ગણેશ જેનો આખો પરિવાર પૂજાય છે. ત્યારે ચૌથ થી ચૌદસ સુધી ભગવાન ગણેશની પુજા થાય છે. આ સમય દરમિયાન ગણેશ ભક્તો ભગવાન ગણેશની આરાધના કરે છે. ગણેશ ઉપાસકો દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે અલગ-અલગ વિધિ વિધાનથી ગણેશ ભગવાનને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાનો થાય છે.

ગુજરાતભર તેમજ આખા વિશ્વમાં આજના દિવસે સર્જનહાર નું વિસર્જન કરવામાં આવે છે. આજ રોજ હળવદ જાનીફળી કા રાજાનું હળવદ સામંત સરોવર કાઠે વિસર્જન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે ભગવાન ગણેશની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ ભકતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,738

TRENDING NOW