હળવદમાંથી એક વર્લીરમનાર ઝડપાયો
મોરબી:હળવદ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ડો. કોટડીયાના દવાખાના નજીક વર્લી ફીચરનો જુગાર રમતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ડો. કોટડીયાના દવાખાના નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી જબરખાન અલીમહમદખાન પઠાણ (ઉ.વ.૫૦) રહે. હળવદ ટીકર રોડ મિઠાના ગાંજા પાસે આવેલ ઓરડીમાં તા. હળવદ વાળાને રોકડ રકમ રૂ.૧૦૩૯૦ ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.