Monday, May 5, 2025

હળવદની શાળા નંબર-4 ની બાળા આર્યા આર ગાંભવાનું શિક્ષણમંત્રીના હસ્તે સન્માન થયું

Advertisement
Advertisement
Advertisement

હળવદ: મોરબી દરવાજા બહાર આવેલ સરકારી શાળા નંબર-4 હળવદ ખાતે ધોરણ-8માં અભ્યાસ કરતી શાળાની વિદ્યાર્થીની આર્યા રાજેશભાઈ ગાંભવાએ ગત વર્ષે ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન (GIET) અમદાવાદ દ્વારા રાજયકક્ષાના ઓનલાઈન ચિત્રકલા મહોત્સવનું આયોજન થયું હતું

જેમાં સમગ્ર રાજ્ય માંથી 16400 બાળકોએ ભાગીદારી નોંધાવી હતી જેમાં પ્રાથમિક વિભાગમાં આર્યા રાજેશભાઈ ગાંભવાએ સુંદર ચિત્ર દોરીને રજૂ કર્યું હતું જે ચિત્ર સમગ્ર રાજ્યમાં તૃતીય સ્થાને પસંદગી થતા 6 જૂન સોમવારના રોજ રવીન્દ્રનાથ ટાગોર હોલ,અમદાવાદ ખાતે વિજેતા બાળકોને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવામાં આવ્યા હતા આ તકે શાળાના આચાર્ય રાજેશભાઈ અને શાળા પરિવારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,502,758

TRENDING NOW