હળવદની એક હોટલ ના રૂમમાં પાટડીના એક યુવકે ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું.
મોરબી જિલ્લામાં જાણે અપમૃત્યુ અને આપઘાતનું પ્રમાણ વધ્યું હોય તેમ દિન-પ્રતિદિન આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે. જ્યાં હળવદ તાલુકામાં યુવકે હોટેલના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે.
આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો ધવલ ઈશ્વરભાઈ વાણિયા નામનો યુવક ગત રાત્રીના રોજ હળવદ તાલુકામાં આવ્યો હતો. જે બાદ વિસામો હોટેલમાં રુમબુક કરાવ્યો હતો. ત્યારે આજે હોટેલના રુમમાંથી તે ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
જે બનાવની જાણ થતા હળવદ પોલીસના કિશોરભાઈ પટેલ સહિતની ટીમ દોડી ગઈ હતી અને બનાવ મામલે નોંધ કરી કારણ જાણવા તપાસ ચલાવી છે