Friday, May 2, 2025

હળવદના સાપકડા ગામની સીમમાં જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

હળવદના સાપકડા ગામની સીમમાં જમીન પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો.

હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં આવેલી વયોવૃદ્ધની ખેતીની જમીન કૌટુંબિક ભાઈ અને ભત્રીજાઓએ પચાવી પાડી આ જમીન ઉપર આવશો તો ટાંટિયા ભાંગી નાંખશું તેમી ધમકી આપતા આ મામલે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે એકલવાયું જીવન જીવતા પ્રભુભાઈ મગનભાઈ ચાવડા નામના દલવાડી વૃદ્ધની સાપકડા ગામની સીમમાં સર્વે નંબર 745 અને 746ની પૈતૃક જમીન આવેલી છે. જે જમીન ઉપર છેલ્લા છ વર્ષથી શેઢા પાડોશી અને તેમના જ કૌટુંબિક ભાઈ હરીશ દલુભાઈ ચાવડા, પ્રકાશ હરીશભાઈ ચાવડા, ભાવેશ હરિભાઈ ચાવડા અને દલુભાઈ ચતુરભાઈ ચાવડા નામના શખ્સોએ કબ્જો કરી લઈ ખેતી કરી આર્થિક ફાયદો મેળવી રહ્યા છે.

દરમિયાન પ્રભુભાઈ ચાવડાએ પોતાની વારસાઈ જમીન ઉપર જતા આ ચારેય આરોપીઓ દ્વારા ફરી વખત આ જમીન ઉપર આવતા નહિ….નહિ તો ટાંટિયા ભાંગી નાંખશું તેવી ધમકી આપતા કૌટુંબિક સગાઓ મારફતે જમીન ખાલી કરી આપવા અનેક વખત સમજાવવા છતાં આરોપીઓએ જમીન ખાલી નહિ કરતા અંતે પ્રભુભાઈએ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ પગલાં ભરવા રજુઆત કરતા જિલ્લા કલેકટર દ્વારા ફરિયાદ નોંધવા હુકમ કરાયો છે.

આ બનાવ અંગે હળવદ પોલીસે પ્રભુભાઈ ચાવડાની ફરિયાદને આધારે આરોપી હરીશ દલુભાઈ ચાવડા, પ્રકાશ હરીશભાઈ ચાવડા, ભાવેશ હરિભાઈ ચાવડા અને દલુભાઈ ચતુરભાઈ ચાવડા વિરુદ્ધ આઇપીસી કલમ 506 (2) તેમજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,703

TRENDING NOW