સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં રહેતા આ કામના ફરિયાદી એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનું બાઈક સરા રોડ નજીકથી કોઈ શખ્સ ઉઠાવી ગયો હોય ત્યારે પોલીસે તેમને ફરિયાદના આધારે ચોરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં શીયાણીની પોળ, સતવારાપરા ના નાકે રહેતા અશ્વિનભાઈ નાથાભાઈ મકવાણા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે -૧૩-બીએફ-૦૮૦૨ જેની કિંમત રૂ. ૭૦,૦૦૦વાળુ કોઈ અજાણ્યો ચોર હળવદ સરા રોડ ઉપર પંચામૃત બંગ્લોઝની સાઇટ પરથી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.