હળવદના રાયધ્રા ગામના પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ ઝડપાઈ: આરોપી ફરાર
હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામના પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ હળવદ પોલીસે જપ્ત કરી છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામના પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં રૂ.૧૨૮૦ નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી કુલદીપભાઈ દીલીપભાઇ સારલા રહે. રણછોડગઢ તા. હળવદ વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.