હળવદના યુવતીના બીભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર બે પોલીસકર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ.
હળવદ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીના બીભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ફ્રેન્ડસિપ રાખવા બ્લેકમેઇલ કરનાર બે પોલીસકર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે રક્ષક જ ભક્ષક બને તો પ્રજા ક્યાં જાય ?…
આ કિસ્સો સામે આવ્યા હાલ મોરબીમાં ખડભડાટ મચી ગયો છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ હળવદ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચરાડવાના રહેવાસી આરોપી સંદિપ વાસુદેવભાઇ હડીયલ અને હળવદમાં રહેતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ એવા આરોપી હરેશભાઇ ઘનશ્યામભાઈ ચૌહાણ વિરુદ્ધ આઇપીસી કલમ 469, 507 તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ના કાયદાની કલમ 66 સી, ઇ, 67, 67-એ મુજબ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેણીને આરોપીઓ સાથે ફ્રેન્ડશીપ હોય આરોપીઓ સાથે શેર કરેલા ફોટા તેમજ વિડીયો કોલ સમયે આરોપીઓએ બિભિત્સ વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ આ વાંધાજનક ફોટો અને વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર શેર કરી ભોગ બનનારની બહેનને મોકલી ધરાર ફરિયાદી સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું સાથે જ જો ફ્રેન્ડશીપ નહીં રાખે તો સમાજમાં બદનામ કરી દેવા ધમકી આપી હતી.
વધુમાં હળવદ પંથકની યુવતી સાથે ફ્રેન્ડશીપના નામે થયેલ દગાબાજી મામલે હાલમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે અને એક આરોપી તો કાયદાના રક્ષક હોય અને કાયદાના જાણકાર હોવા છતાં યુવતીના બિભિત્સ ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ મામલે પોલીસ બેડામાં પણ ચકચાર જાગી છે.





