હળવદ તાલુકાના માથક ગામે જુની અદાવતમાં યુવાનને મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ તાલુકા પોલીસ મથકે યુવાને એક શખ્શ વિરૂધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા ગાંડુભાઈ દેવશીભાઇ મકવાણા (ઉ.વ.૩૭) એ આરોપી નિલેશભાઈ ઉર્ફ નીકો હેમુભાઈ મદ્રેસાણીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ગત તા.01 ના રોજ ફરીયાદી ગાંડુભાઈની ચા પાન બીડીની ધાવડી હોટલ નામની દુકાન પર આવી આરોપી નીલેશભાઈએ જુની અદાવતનો ખાર રાખી ફરીયાદી ગાડુંભાઈને જેમ ફાવે તેમ ગાળો બોલી દુકાનમાં તોડફોડ નુકસાન કરી ગાંડુભાઈને મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ હળવદ પોલીસ મથકે નોંધાઇ છે. ફરીયાદ પરથી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.